૧.ગામનો ઈતિહાસ: .

 વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના વિશ્વામિત્રી નદીના પટ પર આવેલ દુમાડ ગામ એ ગાયકવાડી સમયમા વસેલુ ગામ છે. લોક્વાયકા મુજબ જંગલ વિસ્તાર તથા ગૌચર ને બે માર કહેવામા આવતા હતા જેને હિંદી ભાષા રુપાંતર કરતા”દુમાર” કહેવાય જેના પરથી ગામનુ નામ દુમાડ પડેલ હશે.

વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના વડોદરા મહાનગર સેવાસદનની હદની પડખે આવેલું રળિયામણું નાનું પણ સુંદર, સ્વચ્છ ગામ છે.તેમજ ને.હા.નં-૪૮ તેમજ ભારતનો સૌપ્રથમ વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે જે રોડની શરુઆત દુમાડ ગામથી થાય છે, તેમજ ભારતની બીજા નંબરની રીફાઈનરી જે દુમાડ ગામની ૧૭૨ હેક્ટર જમીનમા આવેલ હોય જે હાલ “ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમિટેડ” ના નામે ઓળખાય છે.

ગામના ઈતિહાસ તરફ નજર કરીએ તો ગાયકવાડી સમયમા દુમાડમા સૌપ્રથમ વાઘેલા ભોળાજીએ આવીને વસવાટ કર્યો તેમની પેઢીમા વાઘેલા ભાખરજીના કુંવર સારંગજી તથા વીછાજી થયા કુંવર સારંગજી પાટવી હોવાના કારણે તેઓ ગામ ભાદરવાની ગાદીએ રહ્યા તેમજ ભાખરજીની પેઢીના વીછાજી દરબારના કુંવર ઝાંઝણજીએ ગામ શેરખી સાથે ૧૮ ગામ લીધા તેમની પેઢીના વાઘેલા ભોળાજી થયા જેઓ સં.૧૬૨૨ ના આસો સુદ સાતમે ભોળાજી દરબારે ગામ શેરખી થી ગામ દુમાડ આવી વસવાટ કર્યો. જેથી ગામમા પ્રથમ જાતી તરીકે દરબારોએ વસવાટ કર્યો એવુ માનવામા આવે છે,

ગામના ઔતિહાસીક મંદિરો તરફ નજર કરીએ તો વૈદનાથ મહાદેવ મંદિર અંદાજીત ૨૦૦ વર્ષ જુનુ પૌરાણિક મંદિર હોય ગાયકવાડે ગામની સ્થાપના થયા બાદ ગામમા રહેતા લોકો માટે દર્શન કરવા માટે મંદિરની સ્થાપના કરી તથા પંઢરીનાથ (વિઠ્ઠલનાથ) મંદિર અંદાજીત ૨૧૪ વર્ષ જુનુ હોય જેની સ્થાપના ગાયકવાડી શાસનના મહારાજા શ્રી ખંડેરાવ ગાયકવાડે દર્શન કરવા કરી હતી.તેઓ તળાવની વચ્ચે દ્રિપ ઉપર રહેઠાણ હતુ ત્યાથી નાવડી મારફત દર્શનાર્થે આવતા હતા.

ગામના ઔતિહાસીક તળાવ તરફ નજર કરીએ તો ગાયકવાડી શાસનમા મહારાજા તેઓની સવારી હાથીઓના પિવાના પાણીની વ્યવસ્થા માટે ગામની વચ્ચે તળાવનુ નિર્માણ કરેલ જે “નારાયણ સરોવર” તરીકે ઓળખાય છે.


૨. ગ્રામ પંચાયત નું નામ : દુમાડ


3.ગ્રામપંચાયત ના સરપંચોના નામ.


૧.રાઠોડ રતનસિંહ રૂપસિંહ (૦૧/૦૧/૧૬૬૩ થી ૩૧/૧૨/૧૯૬૬)


૨.છાસટીયા સનાસિંહ બેચરસિંહ (૦૧/૦૧/૧૯૬૭ થી ૩૧/૧૨/૧૯૭૧)


3.વાઘેલા પ્રતાપસિંહ સાહેબસિંહ (૦૧/૦૧/૧૯૭૨ થી ૩૧/૧૨/૧૯૭૬)


૪. રાઠોડ નટવરસિંહ રતનસિંહ (૦૧/૦૧/૧૯૭૭ થી ૩૧/૦૫/૧૯૭૯)


૫.છાસટીયા ભીમસિંહ સનાસિંહ (૦૧/૦૬/૧૯૭૯ થી ૩૧/૧૨/૧૯૮૧)


૬.ગાયકવાડ મધુભાઈ ભીખાજીરાવ (૦૧/૦૧/૧૯૮૨ થી ૩૧/૧૨/૧૯૮૬)


૭. સિંધા ભીખુસિંહ નાથુસિંહ (૦૧/૦૧/૧૯૮૭ થી ૩૧/૧૨/૧૯૯૧)


૮.વાઘેલા રતનસિંહ સુલતાન સિંહ (૦૧/૦૧/૧૯૯૨ થી ૩૧/૧૨/૧૯૯૬)


૯.વાઘેલા મંજુલાબેન રણજીતસિંહ (૦૧/૦૧/૧૯૯૭ થી ૩૧/૧૨/૨૦૦૧)


૧૦.વાઘેલા રતનસિંહ સુલતાનસિંહ (૦૧/૦૧/૨૦૦૨ થી ૩૧/૧૨/૨૦૦૬)


૧૧.પટેલ નયનાબેન નગીનભાઈ (૦૧/૦૧/૨૦૦૭થી ૩૧/૧૨/૨૦૧૧)


૧૨. વાઘેલા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ (૦૧/૦૧/૨૦૧૨ થી ૩૧/૧૨/૨૦૧૬)


૧૩.પા.વા હિનાબેન અશોકભાઈ (૦૧/૦૧/૨૦૧૭ થી ૩૧/૧૨/૨૦૨૧)


૧૪.ચૌહાણ કલ્પનાબેન કાંતિભાઈ(૦૧/૦૧/૨૦૨૨ થી…)


૪.ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ ગામો ના નામ . ઓમકારપુરા,ગણપતપુરા.


પ.તાલુકાનું નામ . વડોદરા


૬. જિલ્લાનું નામ. વડોદરા


૭.ગામ ના ઘરો ની સંખ્યા. ૧૩૨૬


૮.ગ્રામપંચાયત ની કુલ વસ્તી . ૫૨૪૪ (સ્ત્રી) ૨૫૫૭ (પુરુષ) ૨૬૮૭


૯.ગામની વસ્તી નું વર્ગિકરણ.


૧.જનરલ . ૩૯૦૧


૨.બક્ષીપંચ . ૩૭૬


3.S.C. ५८४


४.S.T. 363


૧૦.ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ ગામો ની વસ્તી..


૧. ઓમકારપુરા-૫૬૮


૧. સ્ત્રી – ૨૨૬ ૨. પુરુષ – ૩૪૨


૨. ગણપતપુરા -૫૯૫


૧. સ્ત્રી – ૨૯૪ ૨. પુરુષ – ૩૦૨