વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના વડોદરા મહાનગર સેવાસદનની હદની પડખે આવેલું રળિયામણું નાનું પણ સુંદર, સ્વચ્છ ગામ છે.તેમજ ને.હા.નં-૪૮ તેમજ ભારતનો સૌપ્રથમ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે જે રોડની શરુઆત દુમાડ ગામથી થાય છે,તેમજ ભારતની બીજા નંબરની રીફાઈનરી જે દુમાડ ગામની ૧૭૨ હેક્ટર જમીનમા આવેલ હોય જે હાલ “ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમિટેડ” ના નામે ઓળખાય છે.
શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ
મુખ્યમંત્રી
શ્રી બચુભાઈ મગનભાઈ ખબડ
પંચાયત ખેતી અધ્યક્ષ
કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ
સરપંચ
મીતાબેન એમ ચૌધરી
તલાટી કમ મંત્રી દુમાડ ગ્રામ પંચાયત
ગામના ઔતિહાસીક મંદિરો તરફ નજર કરીએ તો વૈદનાથ મહાદેવ મંદિર અંદાજીત ૨૦૦ વર્ષ જુનુ પૌરાણિક મંદિર હોય ગાયકવાડે ગામની સ્થાપના થયા બાદ ગામમા રહેતા લોકો માટે દર્શન કરવા માટે મંદિરની સ્થાપના કરી તથા પંઢરીનાથ (વિઠ્ઠલનાથ) મંદિર અંદાજીત ૨૧૪ વર્ષ જુનુ હોય જેની સ્થાપના ગાયકવાડી શાસનના મહારાજા શ્રી ખંડેરાવ ગાયકવાડે દર્શન કરવા કરી હતી.તેઓ તળાવની વચ્ચે દ્રિપ ઉપર રહેઠાણ હતુ ત્યાથી નાવડી મારફત દર્શનાર્થે આવતા હતા.
ગામના ઔતિહાસીક તળાવ તરફ નજર કરીએ તો ગાયકવાડી શાસનમા મહારાજા તેઓની સવારી હાથીઓના પિવાના પાણીની વ્યવસ્થા માટે ગામની વચ્ચે તળાવનુ નિર્માણ કરેલ જે "નારાયણ સરોવર” તરીકે ઓળખાય છે.
દુમાડ ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
દુમાડ ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષતામાં રમત નો ઉત્સવ કાર્યક્રમ
દુમાડ ગામે સાંસદ સભ્ય શ્રી રંજનબેન ભટ્ટ તેમજ કલેક્ટર શ્રી ગોર સાહેબના અધ્યક્ષ સ્થાને "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો જેમાં 17 વિભાગના લાભાર્થીઓને લાભ અપાયો તેમજ ગ્રામ પંચાયતની વિવિધ પ્રકારની યોજનાનો લાભ મળેલ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા આ સાથે સફળ મહિલાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું
રક્તદાન શિબિર
આઝાદી કા અમૃત મહોત્સવ
સ્વચ્છતા અભિયાન
વૃક્ષારોપણની ઉજવણી
દુમાડ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન
ભારત સરકાર ના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ ના સચિવ શ્રી વિની મહાજને દુમાડ ગામ ની મુલાકાત લીધી અને ઘન કચરા વ્યવસ્થાપન નું નિરીક્ષણ કરી સફાઈ ની કામગીરી ની સરાહના કરી હતી
.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હિરપરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. મિનાક્ષી ચૌહાણ સાહિત ના આધિકારી ઓ આ મુલાકાત માં જોડાયા હતા.
'સ્વચ્છતા માટે શ્રમદાન' કાર્યક્રમ
'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા ની વિશેષ ઉપસ્થિતિ માં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ
આજ રોજ 2જી ઓક્ટોબર 2024 'ગાંધી જયંતિ' નિમિતે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ના અધ્યક્ષ સ્થાને 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત 'સ્વચ્છ ભારત દિવસ 2024'કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવ્યુ. જેમા આખા ગુજરાત માંથી એક મહિલા સરપંચશ્રી તરીકે દુમાડ ગામ વડોદરા ના સરપંચશ્રી કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ ની પસંદગી થઈ અને આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
વૃક્ષારોપણ કાર્યક્રમ
પ્રવાહી કચરા વ્યવસ્થાપન
(Grey Water Treatment Plant)
IOCL કંપની દ્વારા કરવા મા આવેલ તળાવનું બ્યુટીફિકેશન
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરપંચ શ્રી નુ સન્માન
રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સ દ્વારા સરપંચ શ્રી નુ સન્માન
સરપંચ તરીકે સેવા આપનાર પિતા કાંતિભાઈની રાહ પર ચાલતા કલ્પનાબેન : પોતાની આગવી અને અલગ જ રીતે સમાજ સેવા કરતાં મહિલા સરપંચ કલ્પનાબેન ચોહાણનું રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંસદ રંજનબેનના હસ્તે સન્માન કરાયું
Vtv સમાચાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ની કામગીરી માટે સરપંચ શ્રી નુ સન્માન